ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ, એક ભારતીય સેનાના અધિકારી અને બે જવાનો શહીદ


  • લદ્દાખની ગલવાન ખીણમાં ભારત-ચીન સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ત્રણ ભારતીય સૈનિકોનાં મોત નીપજ્યાં છે. આમાં સૈન્ય અધિકારીનો સમાવેશ થાય છે. સોમવારે રાત્રે આ ઘટના બની હતી. સુત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ચીનના સૈનિકો પણ માર્યા ગયા છે. જોકે, ચીન દ્વારા આની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બંને બાજુથી પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારત-ચીન સરહદ પર 1975 પછી આ પહેલીવાર છે જ્યારે કોઈ સૈનિક શહીદ થયા હોઈ છે.
  • છેલ્લા 2 મહિનાથી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લદ્દાખમાં તનાતણી ચાલી રહી છે. મોટી સંખ્યામાં ચીની સૈનિકો ભારત દ્વારા કરવામાં આવેલા માર્ગ નિર્માણના કામ સામે વાંધો ઉઠાવવા અહિયાં આવી પહોચ્યા હતા. બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી. બંને દેશોમાંથી સૈનિકો પરત ખેંચવાના સમાચાર મળી રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે આ તનાવ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે.
  • સમાચાર એજન્સી એનએનઆઈ અનુસાર, સોમવારે રાત્રે લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આમાં ભારતીય સૈન્યના એક અધિકારી અને બે જવાનો શહીદ થયા હતા. બંને દેશોના સૈન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર વાટાઘાટો કરીને પરિસ્થિતિને સંભાળવામાં રોકાયેલા છે.
  • અધિકારીઓએ કહ્યું કે ભારતીય સેનાના ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે મંગલાવારની પઠાણકોટની સૂચિત મુલાકાત રદ કરી દીધી છે. આ કેસ સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે ભારતના શહીદ સૈનિકોમાં એક કર્નલ પણ શામેલ છે.
  • 5 મેના રોજ પેંગોંગ સો વિસ્તારમાં ભારતીય અને ચીની સૈન્ય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેના પગલે બંને પક્ષ સામ-સામે હતા અને તે સ્થિતિ યથાવત્ રહી હતી. 2017 ની ડોકલામ ઘટના બાદ આ સૌથી મોટો લશ્કરી અવરોધ બની રહ્યો હતો. 6 જૂને વાટાઘાટો યોજાઈ: બંને દેશો વચ્ચે હાલના તણાવ અંગે 6 જૂનના રોજ ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થઈ હતી.

Post a Comment

0 Comments