પેટ્રોલપંપ પર આ 4 સુવિધાઓ મળે છે બિલકુલ ફ્રી


  • રસ્તા ઉપર આપણે વાહનોને હવાથી પણ વધારે ઝડપથી ચલાવીએ છીએ, પરંતુ જ્યારે ફ્યુલ ઈંડિકેશન ઓછા હોય છે, ત્યારે  પેટ્રોલ પંપ ખૂબ જ ઝડપથી જઈએ છીએ. આપણી જરૂરિયાતો મુજબ, આપણે આપણી કારમાં પેટ્રોલ ભરાવિએ છીએ, પરંતુ આપણે પેટ્રોલપમ્પ પર મળતી ઘણી મફત સુવિધાઓનો લાભ લેતા નથી. આજે અમે તમને પેટ્રોલપમ્પ પર મળતી ઘણી મફત સુવિધાઓ વિશે જણાવીએ  પેટ્રોલપમ્પ પેટ્રોલ અથવા ડીઝલ ભરવા માટે જ નહીં, પરંતુ કેટલાક અન્ય કામો માટે પણ હોય છે, એટલુ જ નહીં પણ આપણે તે કામો માટે પૈસા પણ ચૂકવવા પડતા નથી.



  • ઇમર્જન્સી ફોન: -
  • તમે પેટ્રોલ પમ્પ ઉપર ઇમર્જન્સી ફોન કોલ ફ્રીમાં કરી શકો છો, જેમ કે માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિના પરિવારને ફોન કરવો અથવા કોઈ તમારા અગત્યના વ્યક્તિ ને ફોન કરી શકો છે.


  • શૌચાલય: -
  • તમે પેટ્રોલ પંપ પર મફત શૌચાલયનો ઉપયોગ કરી શકો છો, જો કોઈ કર્મચારી આ માટે પૈસા માંગે છે, તો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો.



  • હવા: -
  • તમે કોઈપણ પેટ્રોલ પંપ પર પૈસા ચૂકવ્યા વિના તમારી કાર બાઈક અથવા કોઈપણ વાહન ના ટાયરની તપાસ અને હવા ભરાવિ શકો છો. તે જરૂરી નથી કે તમે તે પેટ્રોલ પંપથી પેટ્રોલ અથવા ડીઝલ ભરો તો જ તમે તે સુવિધાનો લાભ લઈ શકો છો.


  • ગુણવત્તા પરીક્ષણ: -
  • પેટ્રોલ પંપ પર, જો તમને લાગે કે ઓઇલ ગુણવત્તાનું વાળું નથી, તો તમે ત્યાથી ફિલ્ટર પેપર પણ લઈ શકો છો. 

Post a Comment

0 Comments