રાજ્યના 150થી વધુ તાલુકાઑમાં વરસાદની ધમાકેદાર બેટીગ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

  • રાજયમાં છેલ્લા 24 કલાકમાં ધમાકેદાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજયમાં લગભગ 150 તાલુકાઓમાં વરસાદનું ધમાકેદાર આગમન જોવા મળ્યું છે. ગત મોડી રાત્રિના ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતો માં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ભારે વરસાદના કારણે હવામાન માં ઠંડક જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી થી છલકાઈ ઉઠ્યા હતાં.
  • વરસાદ ની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 5.4 અને બહુચરાજીમાં 2.7 ઇંચ વરસાદ ખબક્યો હતો. અમદાવાદનાં દેત્રોજમાં 3.5 ઇંચ, વડોદરાના કરજણમાં 3.2 ઇંચ, સાબરકાઠાના પ્રાંતિજમાં 2.7 ઇંચ વરસાદ ગત રાત્રિના ખબક્યો હતો. ખેડાના માતરમાં 3 ઇંચ અને વસો માં 2.4 ઇંચ , પાટણ ના રાધનપૂરમાં 2.4 ઇંચ, ભરૂચના વાગરા માં 2.4 ઇંચ , નર્મદાના ગરુડેશ્વરમાં 2.1 ઇંચ, મહીસાગરના લૂણવાડામાં 2.1 ઇંચ, આણંદના તારાપુરમાં 2.1 ઇંચ, પંચમહાલના હાલોલમાં 2.1 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગત રાત્રિના રોજ છૂટો છવાયો 1 થી લઈને 1.5 ઇંચ વરસાદ ખબક્યો છે.
  • હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આવનારા 24 કલાકમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં 40 થી 45 કિમી ની ઝડપે પવન સાથે ભારે થી અતિભારે વરસાદ પડશે. પોરબંદર, મોરબી અને રાજકોટ બનાસકાંઠા, ગાંધીનગર, દાહોદ, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને અમદાવાદ, પાટણ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરી છે.

Post a Comment

0 Comments