કાલ થી અનલોક -1 શરૂ થઈ રહ્યું છે ત્યારે આજે ગુજરાતમાં આવ્યા આટલા કોરોના કેસ

  • ગુજરાતમાં કોરોના વાઇરસ નો ફેલાવો સતત ને સતત વધતો જાય છે અને દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજ ના કેસ ની વાત કરવામાં આવે તો ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાક માં નોંધાયેલા કોરોના વાયરસ પોઝીટીવ કેસ ના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આજે સરકાર એવી ખુશખબર લઈને આવી છે કે, રાજ્યમાં કોરોના ડબલિંગ થવાનો કેસ વધ્યો છે. કેસ બમણા થવાનો દર ભારત સરકારના ૧૩.૯૭ દિવસની સાપેક્ષમાં રાજ્યમાં ૨૪.૮૪ દિવસ થયો છે.
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાક માં નોંધાયેલા કોરોના પોઝીટીવ કેસ ની જો વાત કરવામાં આવે તો રાજ્ય માં આજે 480 કેસ નો વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ માં સૌથી વધુ 318 કેસ, સુરતમાં 64 કેસ, વડોદરામાં 35 કેસ,ભાવનગર 2 કેસ, નવસારીમાં 1 કેસ, બનાસકાઠામાં 6 કેસ, પંચમહાલ 1 કેસ,  ખેડા 4 કેસ, દાહોદમાં 1 કેસ, ગાંધીનગરમાં 19 કેસ, કચ્છ માં 1 કેસ, પાટણ 5 કેસ, વલસાડ 2 કેસ પોઝીટીવ નોંધાયા છે. જયારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ને લીધે 30 લોકોના મૃત્યુ થયા છે. અને 319 લોકો કોરોના થી નિરોગી થઇ ને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે.
  • ગુજરાતમાં અત્યાર સુધીના ટોટલ કોરોના કેસની વાત કરવામાં આવે તો 20097 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 1249 લોકોના કોરોના થી મૃત્યુ નિપજ્યા છે. અને 13643 લોકો કોરોના થી નિરોગી થઇ ને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. સમગ્ર દેશ ની વાત કરવામાં આવે તો ભારતમાં 253319 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ત્યાર બાદ બીજા ક્રમે તામિલનાડુમાં, ત્રીજા ક્રમે દિલ્હી અને ચોથા ક્રમે ગુજરાત માં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

Post a Comment

0 Comments