તારીખ: 07-06-2020 નું શું કહે છે તમારું ભાગ્ય અને અને તમારા ગ્રહો ની સ્થિતિ જાણો વિગત વાર • ગ્રહોની સ્થિતિ: સૂર્ય અને શુક્ર વૃષભ રાશિમાં છે. રાહુ અને બુધ મિથુન રાશિમાં છે. કેતુ અને ચંદ્ર ધનુ રાશિમાં છે. શનિ અને ગુરુ મકર રાશિમાં બિરાજમાન છે.મંગળ કુંભ રાશિમાં સંક્રમણમાં આગળ વધી રહ્યો છે. ગ્રહોની સ્થિતિ ખરાબ છે, પરંતુ જલ્દીથી છુટકારો મેળશે આ બધી બાબતોથી પછી આપણે ફરી પાછા સારામાં આવીશું.
 • મેષ
 • અતિશય ધાર્મિક બનવાનું ટાળો.પૂજા પાઠમાં પણ નકારાત્મક ઉર્જા આવી શકે છે તેનું ધ્યાન રાખો. સામાન્ય બન્યા રહો. અતિરિક્ત અથવા હાયપર ન બનો. સ્વાસ્થ્ય બરાબર, મન થોડું હાયપર રહેશે. પ્રેમની સ્થિતિ લગભગ સારી રહેશે. સૂર્યદેવને જળ આપો.
 • વૃષભ
 • ઈજા થઈ શકે છે. કોઈ પરેશાનીમાં આવી શકે છે.ખૂબ સંભાળીને પાર કરો.સ્વાસ્થ્ય, પ્રેમ, ધંધો મધ્યમ ચાલે છે. શનિદેવને નમન કરો.
 • મિથુન
 • જીવન સાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. નોકરીમાં કોઈ જોખમ ન લેશો. વ્યવસાયિક પરિસ્થિતિમાં કોઈ જોખમ ન લેશો. સમય તમારા માટે થોડો જોખમી છે.ૐ રાહવે નમઃ નો પાઠ કરતા રહો.
 • કર્ક
 • વિરોધી પરાજિત થશે. વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થશે. વડીલોના આશીર્વાદ મળશે.યુરીન રોગથી પરેશાન થઈ શકો છો. તે સિવાય, બધું બરાબર છે. સ્વાસ્થ્ય,પ્રેમ મધ્યમ છે. વાદળી વસ્તુઓનું દાન કરો
 • સિંહ
 • બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. મન મગજની સમસ્યાથી પીડિત રહેશે. વિદ્યાર્થીઓ માટે નવી શરૂઆત ન કરો. સ્વાસ્થ્ય બરાબર, પ્રેમ મધ્યમથી ખરાબ છે.ધંધો બહુ સારો દેખાતો નથી. પીળી વસ્તુ પાસે રાખો.
 • કન્યા
 • ઘરની સમસ્યાના સંકેતો છે.ઘરમાં નેગેટિવ ઉર્જાનો સંચાર દેખાય રહ્યો છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પ્રેમ અને ધંધો બહુ સારા નથી. શનિદેવની પૂજા કરો
 • તુલા
 • શકિતશાળી બન્યા રહેશો.ભાઈ-બહેન, મિત્રો અને તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. પ્રેમમાં થોડું અંતર રહેશે. વ્યાપાર મધ્યમ ગતિએ ચાલતો રહેશે. વાદળી વસ્તુ પાસે રાખો.
 • વૃશ્ચિક
 • મુખ રોગનો શિકાર થઈ શકો છે. આંખમાં ઈજા થઈ શકે છે. સંબંધીઓમાં અણબનાવના સંકેત છે. મૂડી રોકાણ ન કરો. સ્વાસ્થ્ય, પ્રેમ, વેપાર ત્રણેય મધ્યમ દેખાઈ રહ્યા છે. કેતુ મંત્રનો પાઠ કરતા રહો.
 • ધનુ
 • પોઇઝનિંગ ફૂડથી બચો. ખોરાકમાં તાજગી અને સ્વછતાનું ધ્યાન રાખો.સ્વાસ્થ્ય, પ્રેમ અને ધંધો મધ્યમ દેખાઈ રહ્યા છે. પીળી વસ્તુ પાસે રાખો.
 • મકર
 • દેવુંની સ્થિતિ આવી શકે છે. વધારે ખર્ચથી પરેશાન થઈ શકો છો. આંખનો વિકાર શક્ય છે. પ્રિયજનો સાથે ન ઉલજો. સ્વાસ્થ્ય, પ્રેમ, વ્યવસાય મધ્યમ દેખાઈ રહ્યા છે. શનિદેવને નમન કરો.
 • કુંભ
 • કમાણી ચાલુ રહેશે. બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ભ્રામક સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય, પ્રેમ, વ્યવસાય મધ્યમ દેખાઈ રહ્યા છે. ભગવાન ગણેશની પૂજા કરો.
 • મીન
 • અત્યારે કોર્ટ-કચેરીથી બચો. પિતા અને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રેમ માધ્યમ છે. હવે ધંધામાં વધુ પૈસા લગાવવા વિશે વિચારશો નહીં. બજરંગબલીનો પાઠ કરતા રહો.

Post a Comment

0 Comments