મોટા સમાચાર : અમેરિકાએ WHO ને છોડવાનું એલાન કર્યું ચીન પર લગાવ્યા ગંભીર આરોપ

  • અમેરિકના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પએ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)થી અલગ થવાની મોટી જાહેરાત કરી છે. ડોનલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો કે WHO પર ચીનનું નિયંત્રણ છે. ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે WHo ને બદલાવ પ્રક્રિયા શરૂ કરવાનું કહ્યું હતું પણ તે તેવું કરવામાં નાકાંમ રહ્યું છે. પહેલા પણ ડોનલ્ડ ટ્રમ્પે WHOને આપવામાં આવતા ફંડમાં ઘટાડાનું એલાન કરી ચૂક્યા છે.
  • ટ્રમ્પે કહ્યું, '' ચાઇના WHO ને એક વર્ષમાં 40 મિલિયન ડોલર આપીને પોતાના કન્ટ્રોલમાં રાખે છે, જ્યારે અમેરિકા વર્ષમાં WHOને 450 મિલીયન ડોલર આપે છે. WHO ને બદલાવ કરવાની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ WHO તે કરવામાં નાકાંમ રહ્યું. તે માટે અમેરિકા WHO સાથેનો પોતાનો સંબંધ તોડી રહ્યું છે.
  • કોરોના વાયરસને લઈને ડોનલ્ડ ટ્રમ્પએ ચીન ને ફરી એકવાર નિશાને લીધું હતું . ટ્રમ્પે કહ્યું કે ચીનએ કોરોના વાયરસ પર જવાબ આપવો પડશે. ટ્રમ્પએ વધુમાં કહ્યું કે, કોરોના વાયરસથી સંપૂર્ણ દુનિયા મુશ્કેલીમાં છે અને તેના પર પારદર્શિતા ની જરૂરત છે.
  • ટ્રમ્પએ પ્રેસ કોન્ફરન્સમાં હોંગકોંગ ની સ્વાયત્તા પર પણ ચીનને નિશાને લીધું હતું. ટ્રમ્પએ કહ્યું કે હોંગકોંગ ને વિશેષ દર્જા થી મળવાવાળી બધી સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. તેની સાથે જ ટ્રમ્પએ હોંગકોંગ ને આ સ્થિતિમાં પહોંચાડવા વાળા પર કાર્યવાહી ની ધમકી પણ આપી.

Post a Comment

0 Comments