હાર્દિક પંડયાએ આશ્ચર્યચકિત કર્યા માં બનવાની છે નતાશા,લગ્ન પણ કરી લીધા ? જુવો તસ્વીરો

  • ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક માતા બનવા જઈ રહી છે. હાર્દિકે તેના ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા છે. હાર્દિકે બાતાવ્યું છે કે તેની પત્ની નતાશા ગર્ભવતી છે. હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર નતાશા સાથેની એક તસવીર શેર કરી છે, જેમાં ચોખું દેખાય છે કે નતાશા માતા બનવાની છે. હાર્દિક પંડ્યાએ આ વર્ષે જાન્યુઆરીમાં સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટેન્કોવિક સાથે સગાઈ કરી હતી. હાર્દિકે નવા વર્ષની શરૂઆત ખુબજ ધામધૂમ થી કરી હતી.
  • એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને લગ્નજીવનમાં પણ બંધાયેલા છે. હાર્દિક અને નતાશા ઘણા લાંબા સમયથી એકબીજાને માળતા હતા, પરંતુ બંનેએ ક્યારેય લોકોની સામે તેમના સંબંધો વિશે વાત કરી ન હતી. તમને જણાવી દઇએ કે નતાશા ફિલ્મો સિવાય તાજેતરમાં રિયાલિટી શો "નચ બલિયે" માં જોવા મળી હતી. આ સિવાય તે "બિગ બોસ 8" માં પણ ભાગ લઇ ચૂકી છે.
  • પંડ્યાએ નતાશા સાથેના ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ સાથે જ તેમણે લખ્યું કે નતાશા અને હું ઘણા લાંબા સમય થી એક બીજા સાથે છીએ . અમે ખૂબ જલ્દી અમારા જીવનમાં નવા મહેમાનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ.
  • નતાશા સ્ટેનકોવિચ મૂળ સર્બિયાની છે. તેણે હિન્દી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત બોલિવૂડના દિગ્ગજ કલાકાર  પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહથી કરી હતી. નતાશ અને હાર્દિકે નવા વર્ષે દુબઇમાં સગાઈ કરી હતી.
  • હાર્દિકે સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની ઘોષણા કરી અને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. આ વખતે પણ તેણે તેના પિતા બનવાના સમાચારથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. હાર્દિક અને નતાશા બંને લોકડાઉન દરમિયાન એકબીજાની સાથે રહ્યા હતા.

Post a Comment

0 Comments