આવતીકાલથી આટલું મોંઘું થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, જાણો આજે છે કેટલો ભાવ

  • મે મહિનામાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની માગમા સુધારો જોવા મળ્યો છે. પરંતુ ભારતીય તેલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, આજે પણ ગ્રાહકોને એક લિટર પેટ્રોલ અને ડીઝલ શનિવાર વાળી કિંમત ચુકવવી પડશે. છેલ્લા ઘણા દિવસોથી કિંમતો સ્થિર છે.
  • હાલમાં લોકડાઉન ની સ્થિતિ ને જોતાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ને થયેલ નુકસાનને પહોંચી વળવા માટે જૂનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. આ સિવાય કંપનીઓ આવતા મહિનાથી ભાવમાં ફેરફારની વ્યવસ્થા ફરીથી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. તેમનું કહેવું છે કે લોકડાઉનમાં ઓછા વેચાણ ની સાથે સરકારોએ પણ ટેક્સમાં વધારો કર્યો છે, જેના કારણે ખર્ચ અને વેચાણમાં મોટો તફાવત જોવા મળ્યો છે.
  • મોટી મહાનગરોમા આટલી છે કિમત
  • આજે દિલ્હી, કોલકતા, મુંબઇ અને ચેન્નઇમાં એક લિટર પેટ્રોલની કિંમત અનુક્રમે: 71.26, 76.31,73.30,અને 75.54 રૂપિયા પ્રતિ લિટર છે. ડીઝલની વાત કરીએ તો, આ મહાનગરોમાં તેના ભાવો અનુક્રમે: 69.39, 66.21, 65.62 અને 68.22 રૂપિયા છે.
  • જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
  • તમે પેટ્રોલ અને ડીઝલની કિંમત SMS દ્વારા જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારા શહેરનો કોડ લખી ને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેર કોડ જુદો જુદો હશે, જે તમને IOCL નામની વેબસાઇટ પરથી મળશે.
  • દરરોજ છ વાગ્યે બદલાઈ છે ભાવ
  • જણાવી એ કે દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાવ થાઈ છે. સવારે 6 વાગ્યાથી જ નવા ભાવ લાગુ પળે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ભેગી કરીને પછીથી તેની કિંમત લગભગ બમણી થાઈ છે.
  • કેવી રીતે નક્કી થાઈ છે તેલનીકિમત?
  • વિદેશી વિનિમય દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ આવે છે. આ તારણોના આધારે, તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ કરે છે. ડીલર એ લોકો છે જે પેટ્રોલ પમ્પ ચલાવે છે. તેઓ ટેક્સ અને તેમના પોતાના ખર્ચા ઉમેર્યા પછી જ ગ્રાહકોને રીટલ ભાવે પેટ્રોલ અને ડીઝલ વેચે છે. આ ખર્ચ પણ પેટ્રોલ દર અને ડીઝલ દરમાં ઉમેરવામાં આવે છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારીને 69 ટકા કરવામાં આવ્યો છે, જે વિશ્વમાં સૌથી વધારે છે. ગયા વર્ષ સુધી ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર 50% ટેક્સ લાગતો હતો.

Post a Comment

0 Comments