આ વચનના કારણે શનિવારે હનુમાનજી ની પૂજાનું છે વિશેષ મહત્વ

  • બધા દિવસ કોઈ ન કોઈ ભગવાનને સમર્પિત હોય છે. શનિવાર શનિદેવને અર્પણ કરવામાં આવે છે, આ દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે. શનિવારે શનિદેવની પૂજા કરવાથી શનિ દોષોથી મુક્તિ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર શનિવારે હનુમાનજીની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે હનુમાનજી ની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શનિના અશુભ પ્રભાવોને અટકાવી શકાય છે.
  • મંગળવાર હનુમાનજી ને સમર્પિત છે
  • મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે હનુમાન જીની પૂજા કરવાથી ઇચ્છિત પરિણામ મળે છે. શનિવારે પણ હનુમાનજીની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક કથાઓ મુજબ, વચનને લીધે શનિવારે હનુમાનજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.
  • શનિદેવે વચન આપ્યું
  • ધાર્મિક કથાઓ મુજબ રાવણે શનિદેવને લંકામાં બંધી રાખ્યા હતા. હનુમાનજીએ શનિદેવને રાવણના બંધનમાંથી મુક્તિ અપાવી હતી. ત્યારે શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે મારો અશુભ પ્રભાવ તમારા ભક્તો પર ક્યારેય અસર કરશે નહીં.
  • શનિવારે હનુમાનજીની પૂજા
  • શનિદેવે હનુમાનજીને કહ્યું કે, જે ભક્તો શનિવારે મારી પૂજા સાથે તમારી પૂજા કરશે તેમની બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થઈ જશે. ધાર્મિક કથાઓ મુજબ શનિદેવના આ શબ્દને કારણે શનિવારે હનુમાનજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ છે.
  • આ કામ શનિવારે કરો
  • હનુમાન ચાલીસાના પાઠ નિયમિત કરવા જોઈએ. જો શક્ય હોય તો, આ દિવસે એક કરતા વધારે હનુમાન ચાલીસાના પાઠ કરવાનો પ્રયાસ કરો. શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી પણ વિશેષ લાભ થાય છે. હનુમાનજીની ઉપાસનાથી તમામ દોષો માથી મુક્તિ મળે છે અને જીવન આનંદથી ભરાઈ જાઈ છે.

Post a Comment

0 Comments