ભારત સાથેના તણાવની વચ્ચે નેપાળના સંરક્ષણ પ્રધાને કહ્યું જો જરૂર પડી તો અમે...

  • ભારતના આર્મી ચીફ એમ.એમ. નરવણે એ 15 મેના રોજ એક નિવેદનમાં કહ્યું હતું કે નેપાળ કાલાપાણી ને લઈને કોઈ બીજાના ઇશારે વિરોધ કરી રહ્યું છે. સેના પ્રમુખ ચીન તરફ ઈશારો કરી રહ્યા હતા. હવે નેપાળના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન ઇશ્વર પોખરેલે આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. નેપાળી સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે ભારતીય સેના પ્રમુખના નિવેદનથી નેપાળી ગોરખાઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જે લાંબા સમયથી ભારત માટે બલિદાન કરતાં આવ્યા છે.
  • 'ધ રાઇઝિંગ નેપાળ' ન્યૂઝ આઉટલેટને આપેલા ઇન્ટરવ્યુમાં નેપાળના સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે રાજદ્વારી વિવાદમાં જનરલ મનોજ નરવણેનું ચીન તરફ ધ્યાન દોરવું તે નિંદાકારક છે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો નેપાળી સેના લડાઈ પણ લડશે.પોખરેલે કહ્યું કે તેમની સેના કાઠમંડુની જરૂરિયાત મુજબ કાર્યવાહી કરશે. તેમણે કહ્યું, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે સેના અમારા બંધારણ અને સરકારની માર્ગદર્શિકા મુજબ તેની ભૂમિકા ભજવશે.. જો જરૂર આવશે તો અમે લડીશું. તેમણે એમ પણ કહ્યું હતું કે નેપાળનું માનવું છે કે કાલાપાણી મુદ્દાના સમાધાનનો મુદ્દો રાજદ્વારી વાટાઘાટો દ્વારા શોધવો જોઇએ.
  • પોખરેલે કહ્યું કે, સેના પ્રમુખના આ નિવેદનથી નેપાળી ગોરખાઓની ભાવનાઓને પણ ઠેસ પહોંચી છે, જેમણે ભારતની સુરક્ષા માટે પોતાનો જીવ આપ્યો છે. તેમના માટે (ભારતીય સેનાના પ્રમુખ) ગોરખા દળની સામે ઊચું કરવું પણ મુશ્કેલ બનશે. તેમણે ભારતીય સેના પ્રમુખના નિવેદનને રાજકીય સ્ટંટ ગણાવ્યું અને કહ્યું કે આર્મી ચીફ પાસેથી આવા નિવેદનની અપેક્ષા ના હતી.
  • આઝાદી પહેલા જ નેપાળી ગુરખાઓ ભારતીય સુરક્ષા દળોમાં હતા અને તેઓને હંમેશા ભારત-નેપાળ વિવાદથી દૂર રાખવામાં આવ્યા છે. ભારતીય સેનામાં ગુરખાઓની લગભગ 40 બટાલિયન છે, જેમાં નેપાળના સૈનિકો મોટી સંખ્યામાં છે. જોકે, આ પહેલીવાર છે જ્યારે નેપાળના સંરક્ષણ પ્રધાને પણ ભારત-નેપાળ વિવાદમાં ગોરખા સમુદાયને ખેંચી લીધો છે.

Post a Comment

0 Comments