પીએમ મોદીની અપીલ પછી અમિત શાહનો મોટો નિર્ણય, જાણો વધુ


  • અમિત શાહે કહ્યું કે, આજે ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે તમામ સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) કેન્ટીનમાં હવે માત્ર દેશી ઉત્પાદનોનું વેચાણ કરશે. આ 1 જૂન, 2020 થી દેશભરની તમામ સીએપીએફ કેન્ટીન પર આ લાગુ થશે. આ સાથે લગભગ 10 લાખ સીએપીએફ જવાનોના 50 લાખ પરિવારો સ્વદેશી ઉપયોગ કરશે.

  • ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતાં લોકોને સ્થાનિક ઉત્પાદનો (ભારતમાં બનાવવામાં આવતાઉત્પાદનો) નો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીની આ અપીલ અંગે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહેમોટો નિર્ણય લીધો છે. અમિત શાહે કહ્યું છે કે 1 જૂનથી સીએપીએફની કેન્ટીનમાં માત્ર દેશી માલ વેચવામાં આવશે. શાહે દેશને વધુમાં વધુ સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
  • અમિત શાહે ટ્વીટ કર્યું, ગઈકાલે વડા પ્રધાને દેશને આત્મનિર્ભર બનાવવા અને સ્થાનિક ઉત્પાદનો (ભારતમાં બનાવેલા ઉત્પાદનો) નો ઉપયોગ કરવા અપીલ કરી હતી, જે આગામી સમયમાં વિશ્વ માટે અગ્રેસર થવા માટેનો માર્ગ ચોક્કસપણે મોકળો કરશે.

  • અમિત શાહે વધુમાં કહ્યું કે, હું દેશની જનતાને પણ અપીલ કરું છું કે બને ત્યાં સુધી દેશમાં બનેલા ઉત્પાદનોનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવે અને અન્ય લોકોને પણ આવું કરવા પ્રોત્સાહિત કરીએ. જો દરેક ભારતીય ભારતમાં બનાવેલા ઉત્પાદનો (સ્વદેશી) નો ઉપયોગ કરવાનું વચન આપે છે, તો દેશની લોકશાહી પાંચ વર્ષમાં આત્મનિર્ભર બની શકે છે.

Post a Comment

0 Comments