આજે દેશમાથી રેકોર્ડ સૌથી વધુ કોરોના કેસ સામે આવ્યા. અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો

  • દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આવું પહેલી વાર બન્યું છે, જ્યારે દેશમાં રેકોર્ડ 8 હજાર થી વધુ કોરોના ના દર્દી છેલ્લા 24 કલાક માં સામે આવ્યા છે.અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર લોકો કોરોના ને લીધે મૃત્યુ પામ્યા છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આકડા અનુસાર, દેશમાં કોરોના વાયરસના દર્દીઑ ની સંખ્યા 173763 પર પોહચી ગઈ છે. શુક્રવારે સવારે તે સંખ્યા 1,65,799 હતી. અત્યાર સુધીમાં 4971 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. બધા રાજ્યોમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝીટિવ કેસ સામે આવ્યા છે.
  • મહારાષ્ટ્રમાં સૌથી વધુ 62228 કોરોના કેસ સામે આવ્યા છે તેમાથી 33133 શક્રીય કેસ છે અને 26997 લોકો ઠીક થઈ ચૂક્યા છે. અને 2098 લોકો ના કોરોના ને લીધે મૃત્યુ થયા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીઑ ની સંખ્યા શનિવારે સવારે 17386 પર પહોંચી ગઈ છે. તેમાં 9142 શક્રીય કેસ અને 7846 લોકો ઠીક થઈ ચૂક્યા છે. અને 398 લોકોના મૃત્યુ થયા છે.
  • ગુજરાતમાં કોરોનાથી 15934 લોકો સંક્રમિત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 980 લોકો ના મૃત્યુ થયા છે. મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં 7645 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાં 334 લોકોના મૃત્યુ થયા છે, અને 3042 લોકોનો ઈલાજ ચાલુ છે. અને 4269 લોકો ઠીક થઈ ચૂક્યા છે.
  • ઉત્તર પ્રદેશમાં કોરોના દર્દીની સંખ્યા 7284 પર પહોંચી ગઈ છે. જે માંથી 2842 લોકોનો ઈલાજ ચાલુ છે અને 198 લોકો મૃત્યુ પામ્યા છે. બિહારમાં 3376, ઝારખંડમાં 511 કોરોના દર્દી સામે આવ્યા છે.

Post a Comment

0 Comments