લદાખ માં ચીનની સામે એક્શનમાં પીએમ મોદી બનાવી આવી રણનીતિ

  • ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ની આક્રમકતા સામે લડવા માટે, ભારતે લદ્દાખના ઉચ્ચ યુદ્ધ ક્ષેત્રમાંથી તેના સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. ચીન લદ્દાખના દૌલાત બેગ ઓલ્ડિ (ડીબીઓ) સેક્ટરમાં ભારતના  સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને રોકવા માંગે છે, કારણ કે તે અક્સાઈ ચીનમાં લહાસા-કાશગર હાઈવે માટે ખતરો પેદા કરી શકે છે. આ વિશેષ ભારતીય સૈનિકો ચીનના તિબેટીયન સ્વાયત્ત ક્ષેત્રથી પરિચિત છે અને ઉચ્ચા દુર્ગમ યુદ્ધ ક્ષેત્રમાં તેમના કાર્યને પાર પાડવામાં પારંગત છે.પીએલએ અહીં બે બ્રિગેડ તૈનાત કરી છે. આ સૂચવે છે કે બેઇજિંગમાં આ પગલા પર મહોર લાગી છે, તે સ્થાનિક સૈન્યના કમાન્ડરોનો નિર્ણય ન હોઈ શકે.
  • પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની બેઠક બાદ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે,ઑસ્ટ્રેલિયાથી હોંગકોંગ, તાઇવાનથી લઈને દક્ષિણ ચીન સમુદ્ર સુધી અને ભારતથી અમેરિકા સુધી, બધોકડું ચીન દરેક કિંમતે પોતાનું પ્રભુત્વ જમાવવા માંગે છે.પીએમ મોદીની વ્યૂહાત્મક બેઠકમાં હાજર ત્રણ ચહેરાઓ ત્રણ વર્ષમાં બીજી વખત આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સંરક્ષણના ચીફ જનરલ બિપિન રાવત અને વિદેશ મંત્રી એસ જયશંકર. આ તે જ ટીમ હતી જેણે 2017 માં ડોકલામમાં ભારતની પ્રતિક્રિયા ને રૂપરેખા આપી હતી. ભારત 73 દિવસ સુધી ચીનની સામે ઊભું રહ્યું અને ત્યારબાદ આ મુકાબલો શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો હતો. જનરલ બિપિન રાવત તે સમયે આર્મી ચીફ હતા અને જયશંકર ભારતના વિદેશ સચિવ હતા.
  • સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા નીતિ ઘડનારા એક વ્યક્તિએ જણાવ્યું કે, ડરબોક-શ્યોક-ડીબીઓ રોડ આ વર્ષે પૂર્ણ થઈ જશે અને તેનાથી આ વિસ્તારમાં ભારતીય સૈનિકો ની તેનાતીની ક્ષમતામાં ઝડપી વધારો થશે. જો આ રોડ પ્રોજેક્ટને બ્લોક કરવામાં આવે છે તો ભારતીય સૈન્યને હવાઈ માર્ગે અને સનસોમાં થી મુર્ગો થઈને ડીબીઓ આવવા માટે મુશ્કેલ માર્ગનો ઉપયોગ કરવો પડશે.
  • છેલ્લા બે વર્ષમાં ભારતીય સેના અને પેંગોંગ ત્સો અને ગેલવાન વિસ્તારોમાં પીએલએ વચ્ચે અનેક ટકરાવ થયા છે. ભૂતપૂર્વ સૈન્યના વડાએ કહ્યું, "ચીને ભારત વતી કોઈ આપતી વગરના વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ વિકસાવી છે, તેવી જ રીતે ભારત નેતા ક્ષેત્રમાં પોતાની માળખાગત સુવિધાઓ વિકસાવી રહ્યું છે. પરંતુ ચીન તેનો વિરોધ કરી રહ્યું છે.  જાણે કે નવી દિલ્હીનો હેતુ સૈન્ય વધારવા માટે નો હોય અને બેઇજિંગનો હેતુ પર્યટન વધારવા માટેનો હોઈ. "તેમણે વધુમાં કહ્યું કે ચીની બાજુની બધી સૈન્ય ચોકીઓ પાકા રસ્તાઓ દ્વારા જોડાયેલ છે.
  • આ દરમિયાન ચીન તેના સદાબહાર મિત્ર પાકિસ્તાન સાથે ભારતને ઘૂરીઘુરીને ડરાવવા માગે છે અને આથી ચીને પડોશી ગિલ્ગિટ બાલ્ટિસ્તાનમાં સૈનિકોની હિલચાલ શરૂ કરી દીધી છે. ભારત તેના વલણથી અડગ હલી નહીં શકે, કારણ કે તે ચીની સૈન્યની વિસ્તારવાદી વિચારધારાને મજબુત બનાવશે.

Post a Comment

0 Comments