આ ત્રણ અક્ષર લગભગ દરેક જિન્સની ઝિપ પર લખેલા હોય છે, શું તમે તેનું રહસ્ય જાણો છો?

  • દરેકને જીન્સ પહેરવાનું પસંદ છે. તે છોકરો હોય કે છોકરી, દરેકની પાસે જીન્સની ઘણી બધી જોડી હોય છે. પરંતુ ક્યારેય કોઈએ નોંધ્યું છે કે લગભગ દરેક જિન્સની ઝિપ પર YKK લખેલું હોય છે. બહુ ઓછા લોકોનું આ વાત પર ધ્યાન જાય. અને જો ધ્યાન જાય છે, તો પણ તેઓ તેનો અર્થ જાણતા નથી. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે જીન્સની ઝિપ પર લખેલા YKK નો અર્થ શું છે.
  • દુનિયાની ઘણી વસ્તુઓ આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલી હોય છે, પરંતુ આપણે તેના વિશે જાણતા નથી. આ જ વસ્તુ જીન્સની ઝિપ પર પણ લાગુ પડે છે. દરરોજ લોકો જીન્સ પહેરે છે અને ખરીદી પણ કરે છે. અને જિન્સ ખરીદતી વખતે, તેની ઝિપને સારી રીતે ચેક પણ કરે છે કે તે યોગ્ય રીતે કાર્ય કરી રહી છે,કે નથી! પરંતુ તમે આ સવાલનો જવાબ નહી જાણતા હોય.
  • આજે અમે તમને YKK નો અર્થ જણાવી રહ્યાં છીએ જેથી તમે પણ કોઈના સવાલનો સરળતાથી જવાબ આપી શકો. ખરેખર, YKK એ એક ટૂંકું સ્વરૂપ છે જેનું પૂરૂ ફોર્મ Yoshida Kogyo Kabushikigaisha છે. 
  • તમે વાંચ્યા પછી થઇ ગયા ને હેરાન? ખૂબ ઓછા લોકો તેના પૂરા નામને જાણતા હશે. ચાલો તમને જણાવી દઈએ કે તે વિશ્વની પ્રથમ ઝિપ ઉત્પાદક કંપની છે. એક અનુમાન મુજબ, વિશ્વભરમાં અડધાથી વધુ ઝિપ આ કંપની બનાવે છે. હાલમાં, તે 71 દેશોમાં તેનો ધંધો ચલાવી રહી છે, જેમાં ભારતનું નામ પણ શામેલ છે. તેની શોધ 1934 માં ટોક્યોના વેપારી ટાડાઓ યોશીદાએ કરી હતી.
  • શોધનો કમાલ જુઓ ... તેમણે કોઈ મોટી શોધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું, તેણે આ નાની વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને આજે અબજો લોકોને તેની શોધની જરૂરિયાત છે. હા, તે આપણી ઇજ્જતને બચાવે છે. આટલું જ નહીં, તે લાખો લોકોના રોજગારનું સાધન પણ છે. જિન્સ ની ઝિપ સિવાય, YKK કપડાં અને બેગમાં લગાવવામાં આવતા ઘણા ઉત્પાદનો પણ બનાવે છે. કંપનીનો સૌથી મોટો પ્લાન્ટ અમેરિકાના જ્યોર્જિયામાં છે. એક રિપોર્ટ અનુસાર અહીં દરરોજ 70 લાખ ઝિપ બનાવવામાં આવે છે.

Post a Comment

0 Comments