ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો, હાઈકોર્ટે એ ધોડકા વિધાનસભાની ચૂંટણી રદ કરી

  • શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ગુજરાત હાઇકોર્ટ એ મોટો ઝાટકો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એ 2017 ધોળકા વિધાનસભા પેટા ચૂંટણી રદ કરી છે. જે ધોળકા બેઠક પર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 2017 વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને અને કોંગ્રેસ ના અશ્વિન રાઠોડ સામે 327 મતે જીત મેળવી હતી.

  • પરંતુ કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડ 2017માં ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં બેલેટ પેપર ની મત ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. અને બેલેટ પેપરના 429 જેટલા મત તેમના તરફી હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. તેવો આક્ષેપો કર્યા હતા. અને કોંગ્રેસ ઉમેદવાર દ્વારા આ ચૂંટણી ગણતરી ને હાઇકોર્ટ માં પડકારી હતી અને ધોળકા વિધાનસભા ચૂંટણીને રદ કરવાની માંગ કરી હતી. 

  • આ  કેસ માં હાઇકોર્ટ એ બંને પક્ષ ની દલીલો સાંભળીને કોંગ્રેસ ઉમેદવાર તરફી ચુકાદો સંભળાવતા 2017 ધોળકા વિધાનસભા ચૂંટણી રદ કરી છે. આ ચુકાદા ને ભુપેદ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટ માં પડકારી શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ ચુકાદા ને આવકારી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.  

Post a Comment

1 Comments

  1. भूपेंद्रसिंह भाई
    तमने गरीब वाली नी हाय लागशे
    तमे करेला कमॅ तमारी साथे आवशै

    ReplyDelete