સરહદ પર તણાવ અને કોરોના વચ્ચે ભારતમાં રહેલા ચીનના નાગરિકો માટે ચીનનો મોટો નિર્ણય

  • સરહદ પર તનાવ અને કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ચીન ભારતમાંથી તેના નાગરિકોને બહાર કાઢી રહ્યું છે. સોમવારે નવી દિલ્હીમાં ચીની દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં આ માહિતી આપવામાં આવી છે.દૂતાવાસે વેબસાઇટ પર પોસ્ટ કરેલી નોટિસમાં કહ્યું છે કે, ભારતમાં ફસાયેલા વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓને વિશેષ વિમાન દ્વારા ચીન પરત આવવાની મંજૂરી આપવામાં આવશે. આ સમયે ભારતમાં કેટલા ચીની નાગરિકો અભ્યાસ કરે છે અથવા કામ કરે છે તે અંગે ચોક્કસ માહિતી મળી નથી.
  • બેઇજિંગે 27 મેની સવાર સુધીમાં પાછા જવા ઇચ્છુક નાગરિકોને નોંધણી કરવાનું કહ્યું છે. આમાં એ ચીની નાગરિકોનો સમાવેશ છે જે યોગ માટે અથવા બૌદ્ધ સર્કિટ યાત્રા માટે ભારત આવ્યા હતા.નાગરિકો સાથે વિશેષ વિમાન ક્યારે અને ક્યાં ઉડશે તે હજુ સુધી કહેવામાં આવ્યું નથી ચીને નાગરિકોને ભારતમાંથી પોતાના નાગરિકો ને પાછા બોલવાનો આ નિર્ણય તેવા સમય પર લીધો છે. જયારે સીમા પર તણાવ ચાલી રહ્યો છે.
  • સોમવારે, મેન્ડરિન ભાષામાં આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો પરત આવવા માંગતા હોય તેઓએ તેમનું ભાડુ અને 14 દિવસનો કોરનટાઈન ખર્ચ ચૂકવવો પડશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોને કોરોના ચેપ લાગ્યો છે અથવા જેમના લક્ષણો છે તેમને વિમાનમાં બેસવા દેવામાં આવશે નહીં. કોવિડ -19 દર્દીની નજીક રહેતા અને શરીરનું તાપમાન 37.3 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા વધારે રહેશે તેવા લોકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લોકોને તબીબી ઇતિહાસ ન છુપાવવા ચેતવણી આપવામાં આવી છે.
  • ભારત પણ એવા દેશોમાંનો એક હતો જેણે ચીનથી કોરોના વાયરસ ચેપ કેન્દ્ર હુબેઇ પ્રાંતમાંથી તેના નાગરિકોને બહાર કાઢ્યા હતા. હવે ચીનમાં કોરોના વાયરસના કેસો નિયંત્રણમાં આવ્યા છે, જ્યારે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનથી ઉત્પન્ન થયેલા આ વાયરસથી દુનિયાના લગભગ 54 લાખ લોકોને ચેપ લાગ્યો છે, અને લાખો લોકો તેનાથી જીવ ગુમાવી ચૂક્યા છે.

Post a Comment

0 Comments