બોલિવૂડના આ 6 સ્ટાર્સે 3 થી 4 વખત લગ્ન કર્યા છે, ચોથું નામ છે તમારા બધાનું પ્રિય

 • બોલિવૂડ એક એવી જગ્યા છે જ્યાં છૂટાછેડાના સમાચારો આવતા જ રહે છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે છૂટાછેડા હોવા છતાં, આ કપલ એક બીજાના સારા મિત્રો છે અને તેમના માટે ડિનર-પાર્ટીમાં જવું સામાન્ય છે. અમે આશ્ચર્ય કરતી વાત એટલા માટે કહી કેમકે સામાન્ય જીવનમાં આવું ઓછુ થાય છે કે છૂટાછેડા પછી પણ બે લોકો એક બીજાના સારા મિત્રો રહે છે. બોલિવૂડમાં એકથી વધુ લગ્ન કરવા એ હવે ફેશન જેવું બની ગયું છે. ઘણા ઓછા એવા કપલ છે જેમણે વર્ષોથી લગ્ન કર્યા છે અને હજી પણ સુખી જીવન જીવી રહ્યા છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના કેટલાક એવા લોકો સાથે પરિચય કરાવા જઇ રહ્યા છીએ, જેમણે એક નહીં પણ અનેક લગ્નો કર્યા છે.
 • કિશોરકુમાર
 • કિશોર કુમારે તેમના જીવનમાં 4 લગ્નો કર્યા હતા. કિશોર કુમારે પહેલા લગ્ન બંગાળી અભિનેત્રી અને ગાયક રૂમ ગુહા ઠાકુરતા સાથે કર્યા હતા. મધુબાલા કિશોર કુમારની બીજી પત્ની હતી. મધુબાલાના અવસાન પછી કિશોર કુમારે 1976 માં યોગિતા બાલી સાથે લગ્ન કર્યા. પરંતુ પરસ્પર મતભેદોના કારણે લગ્નના 3 વર્ષ પછી છૂટાછેડા થઈ ગયા. યોગિતા બાલીથી છૂટાછેડા પછી કિશોર કુમારે બોલિવૂડની સુંદર અભિનેત્રી લીના ચંદ્રાવકર સાથે લગ્ન કર્યા.
 • સિદ્ધાર્થ રોય કપૂર
 • સિદ્ધાર્થ રોય કપૂરનું નામ બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતાઓમાં આવે છે. સિદ્ધાર્થે બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન સાથે લગ્ન કર્યા છે. વિદ્યાએ સિદ્ધાર્થ સાથે લગ્ન કરીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ખરેખર, વિદ્યા સિદ્ધાર્થની ત્રીજી પત્ની છે. સિદ્ધાર્થના પહેલા લગ્ન બાળપણની મિત્ર સાથે થયા હતા. જ્યારે ત્રીજા લગ્ન તેણે એક ટેલિવિઝન નિર્માતા સાથે કર્યા હતા.
 • સંજય દત્ત
 • માન્યતા દત્ત સાથે લગ્ન કરતા પહેલા સંજય દત્તે પણ બે વાર લગ્ન કર્યાં હતાં. માનયતા સંજયની ત્રીજી પત્ની છે. સંજયની પહેલી પત્નીનું નામ રિચા શર્મા હતું, જેનું બ્રેઇન ટ્યુમરથી મૃત્યુ થયું હતું. આ પછી સંજયે રિયા પિલ્લઇ સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન પણ તૂટી ગયા. વર્ષ 2008 માં, માન્યાતા સંજયની ત્રીજી પત્ની બની.
 • કરણસિંહ ગ્રોવર
 • ટીવી એક્ટર કરણ સિંહ ગ્રોવરે બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે. આ પહેલા તેણે શ્રદ્ધા નિગમ અને જેનિફર વિગેટ સાથે લગ્ન કર્યાં હતાં. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા નિગમ કરણની પહેલી પત્ની હતી. જોકે બંનેએ લવ મેરેજ કર્યાં હતાં, પરંતુ તેમના લગ્ન માત્ર 10 મહિના ચાલ્યા હતા, ત્યારબાદ તેઓએ જેનિફર વિગેટ સાથે લગ્ન કર્યાં. 2014 માં જેનિફરથી છૂટાછેડા થયા પછી, તેણે ત્રીજી વખત બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા.
 • નીલિમા અઝિમ
 • બોલિવૂડ એક્ટ્રેસ નીલિમા અઝિમે એક નહીં પણ ચાર લગ્ન કર્યા છે. તે ચાર જુદા જુદા લોકોની પત્ની રહી છે. નીલિમાના પહેલા લગ્ન પંકજ કપૂર સાથે થયા હતા. પંકજથી છૂટાછેડા લીધા બાદ તેણે બીજી વખત રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા. બાદમાં, બંનેના છૂટાછેડા પણ થઈ ગયા, ત્યારબાદ નીલિમાએ બાળપણના મિત્ર ઉસ્તાદ રઝા અલી ખાનને તેનો જીવનસાથી બનાવ્યો.
 • અદનાન સામી
 • અદનાન સામી બોલિવૂડના લોકપ્રિય ગાયક છે. અદનાને પહેલા લગ્ન પાકિસ્તાની અભિનેત્રી જેબા બખ્તિયાર સાથે કર્યા. બંનેના લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતા અને લગ્નના ત્રણ વર્ષ પછી જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી, અદનાને દુબઈ સ્થિત યુવતી સાબા ગલાદરી સાથે લગ્ન કર્યા. બંનેના આ બીજા લગ્ન હતાં. દુર્ભાગ્યે, અદનાનના આ લગ્ન પણ દોઢ વર્ષ પછી તૂટી ગયા. આ પછી, વર્ષ 2010 માં, અદનાને રોયા ફર્યાબી સાથે ત્રિજા લગ્ન કર્યા.

Post a Comment

0 Comments