30 જૂન સુધી લોકડાઉન લંબાવાયું, ક્યાં ક્યાં વિસ્તારોમાં શું શું છૂટછાટ મળશે જાણો

 • સરકારે 30 જૂન સુધી કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે અને તબક્કાવાર રીતે કન્ટેનમેન્ટ ઝોનની બહાર પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે. ચાલો જોઈએ કે ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3 માં કઇ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે અને કોના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 
 • તબક્કો 1
 • બધા ધાર્મિક સ્થળો 8 જૂન 2020 થી ખુલી જશે. હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય હોસ્પિટાલિટી સેવાઓ શરૂ થશે. શોપિંગ મોલ પણ ખુલશે. આ માટે આરોગ્ય મંત્રાલય દ્વારા ગાઈડલાઈન જારી કરવામાં આવશે.
 • તબક્કો 2
 • શાળાઓ, કોલેજો, શૈક્ષણિક, તાલીમ, કોચિંગ સંસ્થાઓ વગેરે ખોલવાનો નિર્ણય જુલાઈ 2020 માં લેવામાં આવશે. આ માટે તમામ રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો, સંસ્થાઓ,અને તમામ હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવશે.
 • તબક્કો 3
 • ફેઝ 3 માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, મેટ્રો રેલ, સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ, મનોરંજન ઉદ્યાનો, થિયેટરો, બાર અને ઓડિટોરિયમ ખોલવામાં આવશે. જો કે, આની પહેલાં એકવાર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં જ, સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે.
 • નાઇટ કર્ફ્યુ સમય બદલાયો 
 • દેશમાં નાઇટ કર્ફ્યુ હજી પણ ચાલુ રહેશે. જો કે આ માટે સમય બદલવામાં આવ્યો છે. હવે સાંજના 9 વાગ્યાથી  સવારે 5 વાગ્યા સુધી, કામ વગર બહાર જવા પર પ્રતિબંધ રહેશે. આ સમય લોકડાઉન 4 માં સાંજે 7 થી સવારના 7 સુધીનો હતો.
 • કન્ટેન્ટમેંટ ઝોનમાં લોકડાઉન ચાલુ રહેશે
 • ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે દેશના તમામ કન્ટેન્ટમેંટ ઝોનમાં લોકડાઉન 30 જૂન સુધી ચાલુ રહેશે. કન્ટેન્ટમેંટ ઝોનની ઓળખ જિલ્લા અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત જરૂરી પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવશે. કન્ટેન્ટમેંટ ઝોનમાં લોકડાઉન નિયમોનો કડક અમલ કરવામાં આવશે. તબીબી કટોકટી સિવાય, કોઈ પણ વ્યક્તિને કન્ટેન્ટમેંટ ઝોનની બહાર અથવા બહારથી કન્ટેન્ટમેંટ ઝોનમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રાજ્યો બફર ઝોનની પણ ઓળખ કરી શકે છે.
 • કન્ટેનમેન્ટ ઝોનની બહાર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય રાજ્ય કરશે
 • ગૃહ મંત્રાલયે કહ્યું છે કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જો રાજ્યોને કન્ટેનમેન્ટ ઝોનની બહાર કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત લાગે છે, તો તેઓ તેમ કરી શકશે.

Post a Comment

0 Comments