લોકડાઉનમાં ખુશીઓનું આગમન,જેનું તેરમું કરી નાખ્યુ હતુ,તે પુત્ર 3 વર્ષ પછી ઘરે પરત ફર્યો

  • કોરોના લોકડાઉન દરમિયાન, દેશભરમાંથી બીક અને ધ્રુજાવી દેનાર સમાચાર અને વિડિઓઝ સામે આવી રહ્યા છે. પરંતુ આ સમય માં એક એવા સમાચાર પણ આવ્યા છે જેમાં પરિવારના સભ્યોના ચહેરા ખીલી ઉઠ્યા છે. હકીકતમાં, જેને મૃત સમજીને અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા હતા તે પુત્ર ઘરે પરત ફર્યો.

  • મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના બિજાવર ખાતે કિશોર ઉદય કુમારની વાપસીથી પરિવારના સભ્યોના ચહેરા ખીલી ઉઠયા છે. ત્રણ વર્ષ પહેલાં, આ કિશોરને મૃતક માન્યા પછી, પરિવારે તેના અંતિમ સંસ્કાર તેમજ તેરમું કર્યું હતું. તે જ પુત્ર રવિવારે લોકડાઉનમાં ઘરે પરત આવ્યો હતો.

  • જોકે, આ સમાચાર આવ્યા બાદ પરિવારમાં ખુશી અને કુતુહલ છે, ત્યારે પોલીસ પરેશાન થઈ ગઈ છે. કારણ કે હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ત્રણ વર્ષ પહેલા કોના હાડપિંજરની અંતિમ વિધિ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હવે પોલીસ તે અજાણ્યા હાડપિંજરના કિસ્સાને ફરીથી ખોલવાની તૈયારી કરી રહી છે.
  • શું છે જૂનો મામલો: છત્તરપુર જિલ્લાના મોનાસૈયાના જંગલમાં 3 વર્ષ પહેલા એક પુરુષનો હાડપિંજર મળી આવ્યો હતો. કપડાંના આધારે પોલીસે હાડપિંજરને શાહગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ડિલારી ગામમાં રહેતા ભાગોલા આદિવાસીને સોંપ્યું હતી, જેનો 13 વર્ષનો પુત્ર ઉદય કુમાર ગુમ થયો હતો. પરિવારજનોએ પણ હાડપિંજરને ઉદય માનીને તેના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા.

  • ઉદય કુમાર આદિવાસીએ જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલા તે ઘરથી નારાજ થઈને દિલ્હી ગયો હતો. તે પછી, તે ગુડગાંવમાં 3 વર્ષથી કામ કરીને પોતનું ગુજરાન ચલાવી રહ્યો હતો. પરંતુ, કોરોના વાયરસને કારણે, છેલ્લા 2 મહિનાથી કામ અટકી જવાથી તે પરેશાન થઇ ગયો હતો. વહીવટની દેખરેખ હેઠળ તમામ કામદારોને પોતપોતાના ગામોમાં પરત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઉદય કુમાર આદિવાસી પણ રવિવારે ગમે તેમ કરીને તેમના ગામ ડિલારી પહોંચ્યો હતો અને પરિવારના સભ્યોને મળ્યો હતો.

Post a Comment

0 Comments