શ્રીલંકા પછી, આ દેશ એ બીસીસીઆઈને આપ્યો આઈપીએલ 2020 નુ આયોજન કરવાનો પ્રસ્તાવ


  • સમગ્ર વિશ્વમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસને કારણે તમામ ક્રિકેટ ઇવેન્ટ્સ અને રમતગમતની પ્રવૃત્તિઓ મોકૂફ રાખવામાં આવી છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલ પણ માર્ચમાં 14 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી હતી, જે પછીથી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. બીસીસીઆઈએ આ નિર્ણય કોરોના વાયરસથી વધતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધો હતો.આ દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે શ્રીલંકા બાદ યુએઈએ પણ આઈપીએલ યોજવા માટે બીસીસીઆઈ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે.

  • તમને જણાવી દઈએ કે, જો બીસીસીઆઈ આ માટે સંમત થાય, તો પછી આ પહેલીવાર નહીં બને કે યુએઈ આઈપીએલનું આયોજન કરશે. આ પહેલા, યુએઈએ આઈપીએલની 20 મેચનું આયોજન ભારતની 2014 ની સામાન્ય ચૂંટણી સાથેની તારીખોની ટક્કરના બચાવ માટે કર્યું હતું. યુએઈના આ નિર્ણય અંગે બીસીસીઆઈના ટ્રેઝરર અરુણ ધૂમલે કહ્યું કે હાલમાં લોકડાઉનને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધ છે, તેથી તેનો વિચાર કરવાનો કોઈ અર્થ નથી.

  • ધુમાલે કહ્યું કે ખેલાડીઓ અને તમામ ભાગ લેનારાઓના સ્વાસ્થ્ય અને સલામતી આપણી પ્રાથમિકતા છે. આ ક્ષણે, આખી દુનિયાની યાત્રા અટકી ગઈ છે, તેથી એવું કંઈ નથી જેને લઇને આપણે નક્કી કરી શકીએ. કોરોના વાયરસને કારણે ભારતે હજુ સુધી આઈપીએલની કોઈ આશા છોડી નથી. બીસીસીઆઈના અધિકારીઓએ કહ્યું છે કે હાલમાં અમે સુરક્ષા પર નજર રાખી રહ્યા છીએ કારણ કે આ સમયે ભારતના ઘણા જિલ્લાઓને રેડ ઝોનમાં સમાવેશ છે જ્યાં આઈપીએલની ઘણી મેચ છે.

  • તેમણે વધુમાં કહ્યું કે, જો આઈપીએલને બહાર લઇ જવી હોય, તો ફ્રેન્ચાઇઝીઓ સાથે પણ વાત કરવી પડશે કારણ કે એક તરફ બધા માને છે કે જો આઇપીએલ ભારતમાં બંધ દરવાજાની વચ્ચે યોજાય તો તે સરસ રહેશે. જણાવી દઈએ કે જો આઇપીએલ કોઈ દર્શકો વિના થાય છે, તો પછી બીસીસીઆઈ પ્રસારણ અને ટાઇટલ અધિકાર હેઠળ વિશાળ નુકસાનની ભરપાઇ કરી શકે છે.તે જ સમયે, જો કોરોના વાયરસ ઓછો થાય છે ત્યારે દર્શકો સાથે આઈપીએલ થાય છે, તો ભારતના ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ને તેનો આશરે 2500 કરોડનો ફાયદો થશે.

Post a Comment

0 Comments