19 વર્ષ પહેલા કેબીસીમાં બન્યા હતા કરોડપતિ, હવે ગુજરાત ના આ જિલ્લાના બન્યા એસ.પી.

  • નાના પડદે સૌથી પ્રખ્યાત રિયલિટી ક્વિઝ શો કોન બનેગા કરોડપતિ એ જાણે કેટલા લોકોની જિંદગી બદલી નાખી છે. તમારા જ્ઞાનના દમ પર લોકો આ શો માં ભાગ લે છે અને લાખો કરોડો રૂપિયા લઈ ને જાય છે. આ શોમાં 19 વર્ષ પહેલા 14 વર્ષના રવિ મોહનએ 1 કરોડ રૂપિયા ની ધનરાશિ જીતી હતી. તે જ રવિ મોહન આજે પોરબંદરના એસપી બન્યા છે.
  • રવિ મોહન સૈની ગુરુવારથી પોરબંદરના એસપી તરીકેનો ચાર્જ લેશે. રવિ મોહન એ વર્ષ 2001 માં કોન બનેગા કરોડપતિ જુનિયરમાં એક કરોડ રૂપિયા જીત્યા હતા. 2014 માં તે આઈપીએસ અધિકારી બન્યા. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના શો કોન બનેગા કરોડપતિ જુનિયરમાં રવિ મોહનએ તમામ 15 સવાલોના સાચા જવાબ આપીને 1 કરોડ રૂપિયા જીત્યા હતા.
  • આજે તેમની ઉંમર 33 વર્ષ છે. રવિ મોહન સૈની ને પોરબંદરના એસ.પી. નો પદભાર સોપવામાં આવ્યો છે. તે પહેલા તે રાજકોટમાં ડી.સી.પી. તરીકે કાર્યરત હતા. રવિ મોહન સૈની એ 2014 માં યુ.પી.એસ.સી. ની પરીક્ષા પાસ કરી હતી. અને ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી બન્યા હતા. રવિ મોહન સૈનીના પિતા નોસેનાના સૈવાનિવૃત્ત સૈનિક છે. તે  મૂલરૂપ થી રાજેસ્થાન ના અલવરના રહેવાશી છે. રવિ મોહન સૈનીએ સ્કૂલ્સ થી લઈને એમબીબીએસ ના અભ્યાસ ની સાથે સાથે યુપીએસસી ની પરીક્ષા પણ પાસ કરી લીધી.
  • સૂર્ય મોહન સૈની જ્યારે જયારે કોણ બનેગા કરોડપતિ શો માં ભાગ લીધો ત્યારે તે 10 વી ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે શો ની 12ની સીજન જલ્દી શરૂ થવા જઈ રહી છે. હાલમાં શોના રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા ચાલુ છે.

Post a Comment

0 Comments