મુંબઇની આ બિલ્ડિંગમાં રહે છે 16 થી વધારે સેલિબ્રિટિ ,15 કરોડ માં વેચાય છે એક ફ્લેટ જુવો નજારો

 • બોલિવૂડ અને ટીવી જગતના સેલિબ્રિટિઓ સારી અલિશાન લાઇફ જીવવાનું પસંદ કરે છે. આવામાં તેમના ઘર અથવા એપાર્ટમેન્ટ્સ ખૂબ સુંદર અને સ્ટાન્ડર્ડ ક્વોલિટી ના હોઇ છે. મુંબઇમાં આવોજ એક સુંદર મોટો એપાર્ટમેન્ટ છે ‘ઓબોરોય સ્પ્રિંગ્સ’. આ એપાર્ટમેન્ટ્સને બોલીવુડ ના સેલિબ્રિઓનો હબ પણ કહેવામાં આવે છે. મુંબઇના અંધેરી વેસ્ટમાં ન્યૂ લિંક્સ રોડ પર બનાવેલ આ હાઈ-ક્લાસ રેજિડેન્ટ સોસાયટી કોમ્પ્લેક્સમાં 16 થી વધુ સેલિબ્રિટિ ઓ રહે છે. આ કારણોસર ‘ઓબરોય સ્પ્રિંગ્સ’ ને ‘બોલી હબ’ પણ કહ્યું છે.
 • કેટલાક દિવસો પહેલા આ એપાર્ટમેન્ટ મીડિયાની સુર્ખીઓમાં છાવાયેલો હતો. કેમ કે અહીંયા 11 વર્ષની એક છોકરીને કોરોના પોઝીટીવ આવ્યો ત્યારબાદ સંપૂર્ણ બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી. આવામાં અહીં બધા સેલિબ્રિટિસ પોત પોતાના મકાનોમાં કેદ થઈ ગયા હતા. આવામાં આજે અમે આ બિલ્ડિંગ અને તેમાં રહેતા કેટલાક સેલિબ્રિઓ વિશે કેટલીક હૃદયસ્પર્શી વાતો જણાવવા જઈ રહ્યાં છીએ.
 • ચાલો હવે અમે તમને જણાવીએ કે બોલિવૂડ હબ તરીકે ઓળખાતા ઓબેરોય સ્પ્રિંગ્સ નામના આ બિલ્ડિંગમાં કયા ક્યા સેલિબ્રિટિસ રહે છે. અહીં ટીવીથી લઈને બોલિવૂડ સુધીના ઘણા પ્રખ્યાત કલાકારોના ઘર છે. તેમાં બોલિવૂડના શક્તિશાળી અભિનેતા વિકી કૌશલ, સુંદર અભિનેત્રી ચિત્રાંગદા સિંહ, જાણીતા અભિનેતા રાજકુમાર રાવ, પત્રલેખા, અભિનેતા નીલ નીતિન મુકેશ, હાસ્ય કલાકાર કૃષ્ણ અભિષેક અને તેમની પત્ની કાશ્મીરા શાહ, ગાયક કાલકાર સપના મુખર્જી, દિગ્દર્શક આનંદ એલ રાય, પ્રભુદેવા, અહેમદ ખાન, રાહુલદેવ મુગ્ધા ગોડસે સહિતના ઘણા સેલિબ્રિટિસ તેમાં રહે છે.
 • કેટલા કરોડોનો છે આએક ફ્લેટ
 • ઓબેરોય સ્પ્રિંગ્સ ની ગણતરી એક પ્રીમિયમ કોમપ્લેક્સ માં કરવામાં આવે છે. તે ત્રણ બિલ્ડીંગ માં પથરાયેલ છે. આમાં દરેક બિલ્ડિંગમાં 35 માળ બનાવેલ છે. તેમની કિંમત 4.50 કરોડથી શરૂ થાય છે અને 15 કરોડ સુધી ની હોઇ છે.
 • કોમપ્લેક્સ માં છે આ સુવિધાઓ
 • આ કોમપ્લેક્સ માં તમને ઘણી લગજરી સુવિધાઓ મળે છે. તેમાં સ્વિમિંગ પૂલ, હેલ્થ ક્લબ, જોગિંગ ટ્રેક, પોડિયમ પાર્કિંગ, એરોબિક સેન્ટર, યોગ રૂમ અને જેકુઝી જેવી ઘણી સુવિધાઓ શામેલ છે. આ સાથે, બાળકોને રમવા માટે ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા પણ બનાવમાં આવેલ છે.
 • જુહુ ની છે નજીક
 • ઓબેરોય સ્પ્રિંગ્સ મુંબઈના પ્રખ્યાત જુહુના વિસ્તારની ખૂબજ નજીક છે. આ જ કારણ છે કે મોટાભાગના સેલિબ્રિટ્ઓ આ કોમપ્લેક્સ માં રહેવાનું પસંદ કરે છે. થોડા દિવસો પહેલા આ કોમપ્લેક્સ ની માળ માં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો.આ ઘટના બાદ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી હતી. આગળ જણાવી એ કે આ તે જ માળ છે જ્યાં અભિનેત્રી ચિત્રાંગદા સિંહ, અભિનેતા અર્જન બાજવા, રાહુલ દેવ-મુગ્ધા ગોડસે, ફિલ્મ નિર્માતા વિપુલ શાહ અને કોરિયોગ્રાફર-દિગ્દર્શક પ્રભુ દેવાનાં એપાર્ટમેન્ટ છે.
 • બિલ્ડિંગના બીજા માળ ની વાત કરીએ તો અહીં પ્રખ્યાત અભિનેતા વિક્કી કૌશલ તેના સંપૂર્ણ પરિવાર સાથે 4 BHK ફ્લેટમાં રહે છે. આ સિવાય અક્ષય કુમારનો ભાઈ સચિન કુમારનો ફ્લેટ પણ આ બિલ્ડિંગમાં છે. તેઓનું કેન્સરને કારણે થોડા દિવસો પહેલા અવસાન થયું હતું.
 • એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જેવુ લોકડાઉન સમાપ્ત થશે અને કોરોનાની રસી મળી જશે , પછી જન જીવન ફરી એકવાર સામાન્ય રીતે કાર્ય કરવાનું શરૂ કરશે. ત્યારે આ ફિલ્મ સેલિબ્રિટિસ પણ તેમના શૂટમાં વ્યસ્ત થઈ જશે.

Post a Comment

0 Comments