બેમિશાલ છે નિતિન ગડકરી નું રાજનૈતિક કરિયર જાણો તેની સાથે જોડાયેલી 11 મહત્વપૂર્ણ વાતો

 • ભાજપના જાણીતા નેતા અને કેન્દ્ર સરકારમાં માર્ગ અને પરિવહન મંત્રાલયનું કામ સંભાળતા નીતિન ગડકરી, મોદી સરકારના શ્રેષ્ઠ અને શિસ્તબદ્ધ મંત્રીઓ માંના એક છે. ગડકરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ખૂબ નજીકના વ્યક્તિ ગણાય છે. બતાવીએ કે તેમણે રાજનીતિની શરૂઆત 1976 માં કરી હતી, જ્યારે તેઓ નાગપુર યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો.તેઓ યુનિવર્સિટીમાં ભાજપના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય હતા અને અહીંથી જ તેમનામાં રાજકારણના બીજ ની શરુવાત થઈ ગઈ હતી. આ પછી, ગડકરીએ ક્યારેય પાછળ વાળીને જોયું નથી, જ્યારે તેઓ ભારતીય જનતા યુવા મોર્ચાં ના પ્રમુખ બન્યા ત્યારે તેઓ માત્ર 23 વર્ષના હતા. ચાલો આપણે તેના અંગત જીવનથી તેના રાજકીય જીવન તરફ એક નજર કરીએ .


 • નિતિન ગડકરી ના જીવન થી જોડાયેલ 11 મુખ્ય વાતો :
 • નીતિન ગડકરીનું જન્મસ્થળ નાગપુર છે. તેનો જન્મ એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં 27 મે 1957 ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ જયરામ ગડકરી અને માતાનું નામ ભાનુતાઇ ગડકરી છે.
 • ગડકરીએ વકીલાત, એમબીએ અને બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.
 • નીતિન ગડકરી ખૂબ જ નાની ઉંમરમાં રાજકારણમાં રસ લેવા લાગ્યા હતા. તેમણે પહેલા ભારતીય યુવા મોર્ચાં અને ત્યારબાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માટે કામ કર્યું. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સતત સંકળાયેલા હતા, હવે સંઘ સાથે તેમનો ખૂબ સારો સંબંધ હોવાનું કહેવાય છે.
 • ગડકરી વ્યવસાયે વકીલ અને ઉદ્યોગપતિ છે, પરંતુ તેમણે રાજકારણમાં પ્રવેશ કરીને એક રાજકારણી તરીકે તેમની રાજકીય કારકીર્દિને આગળ લાવવાનું નક્કી કર્યું. રાજકારણમાં તે ખૂબ જ લોકપ્રિય અને જાણીતા નેતા છે.
 • નીતિનના લગ્ન કંચન ગડકરી સાથે થયા હતા, તેમને ત્રણ બાળકો છે નિખિલ, સારંગ અને કેતકી.
 • ગડકરી ને રાજકારણમાં ફ્લાયઓવર મેન તરીકે પણ જાણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ,જ્યારે તેઓ મહારાષ્ટ્ર સરકારમાં 1995-99 સુધી લોક નિર્માણ મંત્રી હતા, ત્યારે તેમણે મહારાષ્ટ્રમાં ઘણા રસ્તાઓ અને ફ્લાયઓવર બનાવ્યા હતા.
 • નીતિન ગડકરીને મહારાષ્ટ્રના રાજકારણનો સૌથી મજબૂત ખેલાડી માનવામાં આવે છે. તેઓ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
 • તમને જણાવી દઈએ કે નીતિન ગડકરી હમેશાં કઇક નવું કરવાનું વિચારે છે. આથી, તેઓ ને કેન્દ્રની મોદી સરકારમાં ઇનોવેટિવ મંત્રી તરીકે પણ જાણીતા છે. ગડકરીએ જળ વ્યવસ્થાપન, સોલાર એનર્જી પ્રોજેક્ટ, કૃષિ ક્ષેત્રમાં અનેક નવા નવા એક્સપેરિમેંટ કર્યા છે.
 • વર્ષ 1989 હતું, જ્યારે નીતિન પહેલી વાર વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. તેઓ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષી નેતા પણ રહી ચૂક્યા છે.

 • તેમણે મોદી સરકારમાં જ્યારથી માર્ગ પરિવહન મંત્રાલયનો ભાર સંભાળ્યો છે ત્યારથી તેમણે દેશભરમાં ઘણા મોટા મોટા પ્રોજેક્ટની શરૂઆત કરી છે. માત્ર શરૂઆત જ નહીં, પરંતુ આ પ્રોજેક્ટ્સ ને તેના અંત સુધી પહોચાળીયા છે.
 • નીતિન ગડકરી હાલમાં ચાર ધામ પ્રોજેક્ટ પર રોકાયેલા છે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટ 2020 ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. આગળ જાણીએ કે આ પ્રોજેક્ટના આગમન પછી ભક્તો માટે બદ્રીનાથ, કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રીનો માર્ગ સરળ બનશે.

Post a Comment

0 Comments