હથેળી પર બનેલી આ 10 રેખાઓ વ્યક્તિને બનાવે છે ભાગ્યશાળી, જુઓ તમારા હાથમાં છે

 • સમુદ્રશાસ્ત્ર મુજબ, હથેળી પર બનેલી વિવિધ રેખાઓ અને નિશાનોથી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે ઘણી ખબર પડે છે. ચાલો જાણીએ હથેળી પર બનેલા આવા કેટલાક નિશાનો વિશે જેના દ્વારા વ્યક્તિ ભાગ્યશાળી બને છે.
 • જો કોઈ વ્યક્તિની હથેળી પર જ્યાં શનિ પર્વત છે ત્યા ત્રિકોણ આકારનું નિશાન હોય છે , તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી અને ધનિક હોય છે. આવી વ્યક્તિઓને તેમના જીવનમાં ખૂબ માન સન્માન મળે છે.
 • જો કોઈ રેખા ચંદ્ર પર્વતમાંથી નીકળીને શનિ પર્વત સાથે જોડાય છે, તો આવા લોકો ઘણી બધી ધન-સંપત્તિ એકઠી કરે છે.
 • જીવન રેખાથી નિકળીને કોઈ રેખા ગુરુ પર્વતમાં જોડાય છે, તો તે વ્યક્તિને ક્યારેય કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી.
 • તે લોકોને 35 વર્ષની ઉંમરે વિશેષ સફળતા મળે છે, જેની હથેળીમાં મગજની રેખા નીકળી ને શનિ પર્વતને મળે છે.
 • જો કોઈ વ્યક્તિની અનામિકા આંગળી અને મધ્યમ આંગળી પર ચોરસ નિશાન બનેલુ છે, તો તે વ્યક્તિને અચાનક ધનની પ્રાપ્તિ થાય છે.
 • ક્યાંકથી અચાનક ધનનો લાભ એ લોકોને મળે છે,જેની હથેળી પર હૃદયની રેખા, ભાગ્ય રેખા અને સૂર્ય રેખા મળીને ત્રિકોણની નિશાની બને છે.
 • હથેળી પર ગુરુ પર્વત પર ચોરસનું નિશાન વ્યક્તિને ખૂબ જ ભાગ્યશાળી અને શ્રીમંત બનાવે છે.
 • જ્યાં જીવનરેખા સમાપ્ત થાય છે, જો ત્યાં ચોરસનું નિશાન બને છે, તો તે વ્યક્તિ ખૂબ સફળ થાય છે.
 • મણિબંધથી શરૂ કરીને, જો કોઈ રેખા સીધી નાની આંગળી પર આવે, તો તે તેમના માટે અચાનક ધન પ્રાપ્ત થવાનો યોગ બનાવે છે.
 • જે વ્યક્તિની તર્જની આંગળી અને કનિષ્ઠિકા આંગળી સમાન હોય તે વ્યક્તિ ખૂબ ભાગ્યશાળી છે.

Post a Comment

0 Comments