આ છે ભારતની ટોચની 10 SUV કાર મળે છે આ ખાસ સુવિધાઓ

  • ભારતીય કાર બજારમાં કાર ખરીદતા પહેલા ગ્રાહકો અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપે છે જેમાં ગાડીની કિંમત, એન્જિનની કામગીરી તેમજ માઇલેજ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ભારતમાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ્સ(SUV)નું બજાર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. લોકો એસયુવી કારને પસંદ કરી રહ્યા છે. અહીં જાણો ભારતની ટોચની 10 માઇલેજ એસયુવી કાર વિશે, જે હાલમાં ભારતીય બજારમાં વેચાઇ રહી છે.

  • Jeep Compass 
  • SUV બનાવવા માટે નિષ્ણાંત ગણાતા, અમેરિકાની કાર ઉત્પાદક કંપની Jeep, ભારતમાં તેના ઘણા મોડેલો વેચે છે. Jeep Compass (જીપ કંપસ) કારનું પેટ્રોલ એન્જિન વેરિઅંટ 14.1 કિલોમીટર પ્રતિ લીટરનું માઇલેજ આપે છે. ડીઝલ વેરિઅંટ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે 16.44 કિમી પ્રતિ લિટરનું માઇલેજ અને ડીઝલ વેરિઅંટ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 16.3 કિમી પ્રતિ લીટર નું માઇલેજ આપે છે.
  • Tata Harrier
  • ભારતીયની જાયન્ટ ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની TaTa Motors ની એસયુવી કાર Tata Harrier (ટાટા હૈરિયર)પેટ્રોલ એન્જિન સાથે આવતી નથી. Tata Harrier ફક્ત 2.0-લિટર ડીઝલ એન્જિન સાથે આવે છે. આ કાર 17 કિલોમીટર પ્રતિ લિટરનું માઇલેજ આપે છે.

  • Ford Ecosport 
  • અમેરિકાની જાયન્ટ ઓટોમોબાઈલ કંપની Fordની Ecosport( ફોર્ડ ઇકોસ્પોર્ટ) કાર પેટ્રોલ અને ડીઝલ એમ બંને વિકલ્પોની સાથે આવે છે. પેટ્રોલ વેરિઅંટ 15.9 કિલોમીટર પ્રતિ લીટરનું માઇલેજ આપે છે. ડીઝલ વેરિઅંટ 21.7 કિલોમીટર પ્રતિ લીટરનું માઇલેજ આપે છે.
  • Honda WR-V 
  • જાપાનની પ્રખ્યાત ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની હોન્ડાએ તેની એસયુવી કાર Honda WR-V (હોન્ડા ડબલ્યુઆર-વી) ને વર્ષ 2017 માં ભારતમાં લોન્ચ કરી હતી.Honda WR-V કાર પેટ્રોલ એન્જિનના વેરિઅંટમાં 16.5 કિમી પ્રતિ લિટર અને ડીઝલ એન્જિનના વેરિઅંટમાં 23.7 કિમી પતિ લીટરનું માઇલેજ આપે છે.
  • Kia Seltos
  • દક્ષિણ કોરિયાની મલ્ટિનેશનલ ઓટો ઉત્પાદક કંપની Kia એ તેની પહેલી કાર Kia Seltos(કિયા સેલ્ટોસ) સાથે ભારતમાં પ્રવેશ કરીને હિટ બની હતી. Kia Seltos કાર પેટ્રોલ એન્જિન સાથે 16.8 કિમી પ્રતિ લીટર અને ડીઝલ એન્જિન સાથે 20.8 કિમી પ્રતિ લીટર નું માઇલેજ આપે છે.
  • Hyundai Creta 
  • દક્ષિણ કોરિયન કાર ઉત્પાદક કંપની Hyundai ની એસયુવી Hyundai Creta (હ્યુન્ડાઇ ક્રેટા) ભારતમાં ખૂબ લોકપ્રિય છે.Hyundai Creta કાર પેટ્રોલ એન્જિનના વેરિઅંટમાં 16.9 કિમી પ્રતિ લિટર અને ડીઝલ એન્જિનના વેરિઅંટમાં 21.4 કિમી પ્રતિ લીટર નું માઇલેજ આપે છે.
  • Mahindra XUV 300
  • ઘરેલું ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની Mahindra અને મહિન્દ્રાની Mahindra XUV 300 (મહિન્દ્રા એક્સયુવી 300) ભારતીય બજારમાં ખૂબ લોકપ્રિય છે. Mahindra XUV 300 પેટ્રોલ એન્જિન વેરિઅંટમાં 17 કિલોમીટર પ્રતિ લિટર અને ડીઝલ વેરિઅંટમાં 20 કિલોમીટર પ્રતિ લિટરનું માઇલેજ આપે છે.
  • Tata Nexon 
  • ટાટા મોટર્સની Tata Nexon (ટાટા નેક્સન) ભારતમાં લોન્ચ થવાની સાથે ખૂબ લોકપ્રિય થઈ હતી. Tata Nexon કાર પેટ્રોલ એન્જિન સાથે 17 કિલોમીટર પ્રતિ લિટર અને ડીઝલ એન્જિન સાથે 21.5 કિલોમીટર પ્રતિ લિટર માઇલેજ આપે છે.
  • Maruti Vitara Brezza 
  • દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની Maruti Suzuki ની સબ-4 મીટરSUV Maruti Vitara Breaaz (મારુતિ વિટારા બ્રેઝા) ઘણી લોકપ્રિય છે. Vitara Breaaz કાર હવે ફક્ત પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. કંપનીએ તેનું ડીઝલ વેરિઅંટ બંધ કરી દીધુ છે. કંપનીએ હાલમાં જ તેનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે.Vitara Breaaz Facelift મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 17.03 કિલોમીટર પ્રતિ લીટર નું માઇલેજ આપે છે. જ્યારે ઓટોમેટિક ગિયરબોક્સ સાથે તેનું માઇલેજ 18.76 કિલોમીટર પ્રતિ લિટર છે.
  • Hyundai Venue
  • Hyundai Venue (હ્યુન્ડાઇ વેન્યુ) એ દેશમાં વેચાયેલી સૌથી લોકપ્રિય સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી કારમાંથી એક છે. તે ગયા વર્ષે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી હતી.Venue પેટ્રોલ એન્જિન વેરિઅંટમાં 17.52 કિલોમીટર પ્રતિલિટરનું માઇલેજ આપે છે.જ્યારે ટર્બોચાર્જ્ડ પેટ્રોલ વેરિઅંટ મેન્યુઅલ ગિયરબોક્સ ની સાથે 18.2 કિલોમીટર પ્રતિલિટરનું માઇલેજ અને ટર્બોચાર્જ્ડ પેટ્રોલ ઓટોમેટિક ગિયરબોક્સ ની સાથે 18.15 કિમી પ્રતિ લિટરનું માઇલેજ આપે છે.તે જ સમયે, આ એસયુવી કારના ડીઝલ એન્જિન વેરિઅંટમાં 23.4 કિલોમીટર પ્રતિ લિટરનું માઇલેજ મળે છે.

Post a Comment

0 Comments