લોકડાઉન ના સમયમાં આ દાદી ભૂખ્યા મજૂરો ને રોજ 1 રૂપિયામાં ખવડાવે છે ભરપેટ ઇડલી સંભાર

  • કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. આને કારણે સૌથી મોટી સમસ્યા ગરીબ અને રોજિંદા મજૂરોને પડી રહી છે. આવી સ્થિતિમાં જ્યારે લોકોની આજીવિકા સંકટમાં છે, ત્યારે તમિલનાડુની પ્રખ્યાત દાદી હજી પણ લોકોની સહાય કરવામાં પીછેહઠ કરી રહ્યા નથી.
  • તમિલનાડુના કોઇમ્બતુર શહેરમાં 85 વર્ષીય દાદી કમલાથલ હજી પણ એક જ રૂપિયામાં સાંભાર અને મસાલેદાર ચટણી સાથે ઇડલી મજૂરો અને લાચારોને ખવડાવી રહ્યા છે.
  • લોકડાઉન અને દુકાન બંધ થયા પછી પણ તે ખોટ ઉઠાવીને પણ ભૂખ્યા લોકોને ફક્ત એક રૂપિયામાં ઇડલી ખવડાવી રહી છે.તે હજી પણ સતત લોકોને મદદ કરી રહી છે.
  • મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે કોરોનાને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, પરંતુ હજી પણ હું મારા તરફથી પૂરતી કોશિશ કરી રહી છુ. જેથી માત્ર એક રૂપિયા મા જ કોઈનું પેટ ભરી શકુ.
  • તમને જણાવી દઇએ કે દાદી તરીકે પ્રખ્યાત કમલાથલ કોઈમ્બતુર શહેરથી 20 કિલોમીટર દૂર પેરુર નજીકના એક ગામમાં રહે છે અને ત્યાં દરરોજ સાંભાર અને મસાલેદાર ચટણી સાથે ઇડલી વેચે છે.

Post a Comment

0 Comments