આ રાજયમાં 1 જૂનથી બધા ધાર્મિક સ્થળો ખુલશે અને 8 જૂનથી બધા કર્મચારીઓ કામ પર પરત ફરશે.

  • કોરોના સંકટને લઈ ને શુક્રવારના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ, પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યમાં ધાર્મિક સ્થળો 1 જૂનથી ખોલવામાં આવશે. પરંતુ તેના માટે લોકોએ કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવું પડશે. મમતાએ જાહેરાત કરી કે 1 જૂનથી બધા ધાર્મિક સ્થળો સવારના 10 વાગ્યાથી ખોલવામાં આવશે.
  • મમતા બેનર્જી એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કોઈ પણ ધાર્મિક સ્થળો પર લોકો ને ઍકસાથે ભેગા થવાની છૂટ આપવામાં આવશે નહીં. એક સમય પર ફક્ત 10 વ્યક્તિઓને જવાની છૂટ આપવામાં આવશે. તેની સાથે તેમણે કહ્યું કે ધાર્મિક સ્થળો પર સેનિટાઈઝેશનની સંપૂર્ણ વ્યવસ્થા હોવી જરૂરી છે.
  • તેની સાથે શુક્રવારની પ્રેસ કોન્ફ્રેન્સમાં મમતા બેનર્જીએ વધુ ઍક મોટી જાહેરાત કરી. મમતાએ કહ્યું કે 8 જૂનથી બધા રાજ્ય અને પ્રાઇવેટ કર્મચારીઓ કામ પર પાછા ફરશે. મમતા બેનર્જી વધુમાં કહ્યું કે પશ્ચિમ બંગાળમાં બૂટ ઇન્ડસ્ટ્રી 1 જૂનથી પોતાના બધા કર્મચારીઓ સાથે ખોલવામાં આવશે. આ ઉપરાંત મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના તમામ રાજ્ય રાજમાર્ગો અને બધા જિલ્લાની સડકો ફરી થી ખોલવાની જાહેરાત કરી.
  • મમતા બેનર્જીએ કોરોના સંકટ પર વાત કરતાં કહ્યું કે પશ્ચિમ બંગાળ કોરોના અને તુફાન એમ બે મુશ્કેલીઑ નો સામનો કરી રહ્યું છે. એવામાં લોકોએ કોરોનના લક્ષણો છુપાવા ના જોઈએ. મમતા બેનર્જીએ અપીલ કરતાં કહ્યું કે જો કોઈને કોરોના લક્ષણો જોવા મળે છે. તો તેને છુપાવો નહીં અને તેની તમારા ડોક્ટર સાથે વાત કરો. તેની સાથે તેમણે કહ્યું કે બધા તાવ ઉધરસ કોરોના નથી હોતા. તેથી ડરવાની જરૂર નથી.

Post a Comment

0 Comments