શિવલિંગ પર બીલીપત્ર ચળાવવાથી મળે છે શિવજી ની કૃપા, જાણો બીલીપત્ર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો

  • દેવોના દેવ મહાદેવને ખૂબ જ ભોળો માનવામાં આવે છે, તે તેમના ભક્તોની પ્રાથના સૌથી પહેલા સાંભળે છે, એવું કહેવામાં આવે છે કે જો કોઈ ભક્ત તેને તેમના સાચા મનથી એક લોટો જળ ચડાવે તો પણ તે પ્રસન્ન થઈ ને તેમના ભક્તો ની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે, જોવા માં આવે તો ભક્તો શિવજીને ખુશ કરવા કરવા માટે અલગ અલગ ઉપાય અપનાવતા હોય છે અને તેમની પ્રિય વસ્તુ ને શિવલિંગ પર અર્પણ કરતાં હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ ભગવાનની પસંદની વસ્તુ તેમની પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવે, તો ભગવાન વહેલા પ્રસન્ન થાય છે, ભક્તો જાણતા હશે કે શિવજીને બિલીપત્ર ખૂબ પ્રિય છે, જો તમે બિલીપત્ર શિવજી ને અર્પણ કરો છો તો, શંકરજી ની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, અમે તમને બિલીપત્રથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીશું.
  • જો ભગવાનની પૂજા કરવામાં આવે છે તો તેની પૂજામાં ઘણી સામગ્રી અર્પણ કરવામાં આવે છે, પરંતુ આ બધી સામગ્રીનો ઉપયોગ ફક્ત એક વખત પૂજામાં કરવામાં આવે છે, પરંતુ બિલીપત્ર એકમાત્ર એવી સામગ્રી છે જેને તમે ફરીથી ધોઈ ને પુજા માં ઉપયોગ કરી શકો છો.જી હા, તમે બિલીપત્ર ને શિવલિંગ ઉપર ધોઈ ને ફરી થી ચડાવી શકો છો, બિલીપત્રના પાંદડા ઘણા દિવસો સુધી વાસી થતાં નથી, ક્યારેક એવું બને છે કે બિલીપત્ર મળવા મુશ્કેલ થઈ જાય છે. ક્યારેય આવી પરિસ્થિતિ તમારી સાથે બને છે તો તમે જૂના બિલીપત્ર ને સાફ કરી ને ધોઈ ને ફરી થી પુજા માં ઉપયોગ કરી શકો છો.
  • શિવને લગતી ઘણી બધી બાબતો શિવ પુરાણની અંદર કહેવામાં આવી છે, શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે બિલીપત્રનું વૃક્ષ ભગવાન શિવનું સ્વરૂપ છે, અને તેને શ્રીવૃક્ષ પણ કહેવામાં આવે છે, બિલીપત્ર ને ખૂબ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે એવું કહેવામા આવે છે કે જો બિલ્વની પૂજા કરવામાં આવે તો ધન ની દેવી લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે બિલીપત્ર ના વૃક્ષમાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. અને તેનું પૌરાણિક મહત્વ પણ ખૂબ જ માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે બિલીપત્રના મૂળમાં ગિરિજા, તેની થડમાં મહેશ્વરી, ડાળીઓમાં દક્ષયણી, પાંદડાઓમાં પાર્વતી, તેના ફૂલમાં ગૌરી મા અને ફળોમાં દેવી કટ્યાની વસવાટ કરે છે.
  • જો તમે દેવો ના દેવ મહાદેવને બિલીપત્ર અર્પણ કરી રહ્યા છો, તો તમારે એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે તમારે હંમેશાં બિલીપત્ર ને ઊંધું અર્પણ કરવું, એટલે કે, પાંદડાનો સરળ ભાગ શિવલિંગની ઉપર હોવો જોઈએ, તમે 3 થી 11 પત્રો અર્પણ કરી શકો છો, તે જેમ વધુ હોય તેમ શુભ માનવામાં આવે છે, બિલીપત્ર ની સંપૂર્ણ પત્રિકાનો ઉપયોગ કરવો જોઈએ, તે તૂટેલું ના હોવું જોઈએ.
  • ઉપર બિલીપત્ર સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત, જો તમે તમારા ઘરની અંદર વાયવ્ય(ઉતર-પશ્ચિમ) કોણમાં બિલીપત્રનો છોડ રોપવામાં આવે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે ઘરમાં બિલીપત્ર નો છોડ હોવાને લીધે ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા જળવાય રહે છે, જો કોઈ કારણોસર તમે ઉત્તર પશ્ચિમ દિશામાં બિલીપત્ર છોડને રોપણી કરી શકતા નથી. તો તેને ઘરની  ઉત્તર દિશામાં પણ રોપણી કરી શકાય છે.

Post a Comment

0 Comments